સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના તડાવ શીતળા માતા ના પ્રાગણ માં પથમેડા ના મહંત ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત સરણા નંદજી અધ્યક્ષ સ્થાને પાટણ ,બનાસકાંઠા અને કચ્છ ના ગૌ સંચાલકો ની મીટીંગ મળી હતી જેમાં આ બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર રજીસ્ટર પાંજરાપોળ તેમજ ગૌ શાળા ઓ ને કાયમી માટે સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી હતી આ બાબતે ગૌ સેવા સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ મહંત ત્રિકમદાસજી મહારાજે આ અંગે જણાવ્યું હતું કે, પાંજરાપોળ/ગૌશાળાના સંચાલકો વર્ષોની ગૌવંશોનો નિભાવ કરી રહ્યા છે. જેમાં કોરોના કાળ બાદ આવકનો સ્ત્રોત પણ ઘટી ગયો છે. જેમ સંચાલકો પશુધનની જવાબદારી નિભાવી રહ્યા છે તેવી રીતે સરકારે પણ આ જવાબદારી નિભાવવી જોઈએ. માત્ર કચ્છ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યમાં પાંજરાપોળ/ગૌશાળાના સંચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી હવે સરકાર પશુધનના નિભાવ માટે કાયમી સહાય આપે તે જરૂરી બની ગયું છે. માટે આજની આ મીટીંગમાં સરકાર પાસે ફરી વખત આ અંગે રજૂઆત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમ છતાં પણ જો જરૂર પડે તો સમગ્ર રાજ્યમાં સત્યાગ્રહ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં પશુઓના નિભાવ માટે કાયમી સહાય આપવામાં આવી રહી છે. પરંતુ બે વર્ષથી રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. ગુજરાતમાં સૌથી વધુ પશુઓની સંખ્યા હોવા છતાં સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવતી ન હોવાથી પાંજરાપોળ/ગૌશાળાના સંચાલકો એ આગામી સમય માં બાયો ચડાવશે અને સમગ્ર ગુજરાત લેવલે જીલ્લા વાઈઝ ધરણા પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે