યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
કોરોનાએ કેટલાય લોકોનો ભોગ લીધો છે,તોય કેટલાય લોકોના ધંધા ચોપટ થઈ ગયા છે,એમાંય રખડતું અને ભટકતું જીવન જીવતા અને લોકોના ઘરોમાંથી માંગીને ખાતા વાદી પરિવારો ની હાલત દયનિય બની જવા પામી છે,તેમને કોરોના ના ડરે કોઈ ઘરે પેસવા દેતું નથી,જેને લઈ ભૂખમરા જેવી સ્થિતિ સર્જાતા આ અંગે પરિસ્થિતિને નજરે નિહાળી સુઇગામ તાલુકાના બેણપ ગામના વતની અરજણજી વણોલ(રાજપૂત)દ્વારા વાદી પરિવારો માટે બે બોરી બાજરી તેમજ કરિયાણું અને ઘરવખરીનો સામાન પહોંચાડી ભૂખ્યા લોકોની પેટની અગન ઠારી માનવતાનું કાર્ય કરતાં વાદી પરિવારના નાના મોટા સૌના ચહેરા ચમકી ઉઠ્યા હતા,અને મુશ્કેલીમાં મદદ કરનાર અરજણજી રાજપૂતને આશિષ આપ્યા હતા,આ અંગે વડીલ અરજણજી રાજપુતે નારણભાઇ રાજપુત જણાવ્યું કે અહીંથી પસાર થતાં મને એમ થયું કે બીજા લોકો તો પીડિત છે,પણ આ લોકોને તો કોઈ ઘરે પેસવાય દેતું નહિ હોય,એમ માની તેમને બે બોરી અનાજ અને થોડો કરિયાણાનો સામાન આપ્યો છે,જેનાથી તેમને થોડી રાહત થાય જેવુંં ભગીરથ કામ કર્યું છે.
બેણપ ગામના દાતા દ્વારા ભટકતું જીવન જીવતા વાદી પરિવારોને બે બોરી અનાજ અને કરિયાણું આપ્યું.
Leave a Comment