યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી પંથક ના વાવ તાલુકા ના સપ્રેડા ગામે વિદેશી દારૂ ઝડપાયો છે જેમાં વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વાવ પોલીસ ના નાક નીચે LCB એ પ્રોહી ના પેટ્રોલીંગ દરમિયાન ફરતા ફરતા બાતમી ના આધારે વાવ ના ઢીમા ત્રણ રસ્તા સપ્રેડા ગામ ની સીમ માં ઈશ્વરભાઈ પ્રજાપતિ ના ખેતર માં ભાગિયા તરીકે રહેતા હરચંદભાઈ છગનભાઈ ઠાકોર ના રહેણાંક ખેતર માં રેડ કરતા ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની ૧૦૭ બોટલો કબજે લીધી હતી ગેરકાયદેશર વગર પાસ કે પરમીટ વિના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ તથા બીયર ની કુલ ૨૧૩બોટલો મળી આવેલ છે કી .રૂ ૨૨૬૦૦ નો મુદ્દા માલ LCB એ જપ્ત કર્યો હતો અને પોલીસ રેડ દરમ્યાન ખેતરમાં હાજર ના મળી આવતા આરોપી વિરુધ પ્રોહી એક્ટ કલમ ૬૫ (A),૬૫ (E),૧૧૬ –B ની ધારા મુજબ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે
આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા ના સુચના અને માર્ગદર્શક મુજબ બનાસકાંઠા એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ અને અ.હેડ .કો ભુરાજી અ .પો .કો અમરસિંહ અને તેમની LCB ટીમ દ્વારા કરવામાં આવેલ છે