બનાસકાંઠા જીલ્લા lcb દ્વારા અવાર નવાર દારૂ નો ઝથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અછવાડિયા ગામ નજીક આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મારુતિ ઝેન નંબર પ્લેટ વગરની ગાડી માં દારૂ ભરીને આવતા હોઈ વોચ કરતા ગાડી આવી જતા ઉભી રાખવાનો હાથ ઇસારો કરતા ગાડી ભગાડી હતી જેનો પીછો કરતા ચાળવા ગામ ના ચરેડા માં આ ગાડી ચાલક પોતાની મારુતિ ઝેન ગાડી મુકી ભાગી ગયેલ હતો જે નીચે ઉતરી ભાગતો હોય તેનો પીછો કરતા પકડાયેલ નહી પણ તે વેલાભાઇ જોયતાભાઇ રાજપુત રહે.જેતડા તા.થરાદ વાળો હતો તેમ ઓળખાયેલ હતો જે મારુતિ ઝેન ગાડીમા જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૭૩૨ કી.રૂ.૭૦,૧૮૦/- તથા મારુતિ ઝેન ગાડી કી.રૂ.૫૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ. ૧,૨૦,૧૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) વેલાભાઇ જોયતાભાઇ રાજપુત રહે.જેતડા તા.થરાદ વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે..
