ખુબસુરતી…. નામ સાંભળતા જ સુંદર ને દેખાવડી વસ્તુઓ કે પ્રકૃતિ કે વ્યક્તિનો ખજાનો આપણી નજારો સામે એક પછી એક ઉભરાઈ આવે..ખરું ને? શું છે આ સુંદરતાનુ રહસ્ય?કેવી રીતે હંમેશા યુવાની અને સ્ફૂર્તિ કાયમ કરી શકાય? શું આપનો ઉત્તર મેક અપ હશે!શું આપ કસરત કહેશો? ચાલો હું શું કહું છું… આપ સમક્ષ જે કહીશ આપ તેનાથી વાકેફ જ છો. સારા સારા મેકઅપ તો બજારમાં ઉપલબ્ધ છે જ પરંતુ એ ફક્ત બાહ્યરૂપી અને આટિફિશ્યિલ કહી શકાય જે થોડો સમય તો સાથ આપી દેશે પરંતુ જીવનભર આકર્ષિત અને સુંદર રહેવા શેની ખોટ છે ? તો હું જણાવી દઉં ને આ વાંચ્યા પછી તમારા જ ચહેરા પર સ્મિત આવી જશે ને તમારું મન બોલશે હા, આ તો જાણ જ છે એમાં નવું શું? એ સોંદર્ય પ્રસાધન છે હાસ્ય! હસતો ચહેરો, ખડખડાટ હસતા હોઠ, ને ખુશ રહેતા ચહેરાઓ જેમની પાછળ કરચલીઓ પણ છુપાઈ જશે એવું મધમધ મહેકતું નિર્દોષ હાસ્ય…હૃદયમાં છુપાયેલા દરેક દર્દ ના પાછળ હસવાનું હાસ્ય કંઈ જાદુ થી ઓછું નથી.. બસ, આ જ તમારા ચહેરા પર એક લાલીમાં પ્રસરી જાય એ જ મારાં લખાણનું મંતવ્ય.. આપણે પોતાના માટે હંમેશા સમય મેળવવા વલખા મારતા હોઈએ છીએ ને તણાવ માં દિવસ આમ જ નીકળી જતો હોય છે. આવા દિવસે દરમિયાન ચાહવા છતાં માણસ ખુશ નથી રહી શકતો તો બસ મિત્રો આપણે દરેક એ એજ કૌશિશ કરવાની છે આપણે આપણાં મન ને એવો સમય આપવાનો છે કે દિવસમાં થોડું હસી શકાય. એ તમારે શોધવાનું રહ્યું ભલે ગાંડપણ તો ગાંડપણ કોઈ મુર્ખામી કહે તો પણ ઠીક આપણે હસી લેવાનું જ છે. અને દરેક એ આપણી સાથે કામ કરતાં સાથે રહેતા અને આસપાસના જાણીતા વ્યક્તિઓ સાથે પણ એકબીજાને હાસ્ય વહેંચતું રહેવાનું છે.તેમના ઉદાસ ચહેરા ને હસાવીશુ તો આગળ તે પણ એક બીજા ચહેરા પર સ્મિત લાવી શકશે અને હળવાશનો અનુભવ કરી શકશે.. તો પછી રાહ શેની જોવાની મારો લેખ વાંચતા દરેક મિત્રો જરૂર એકવાર મિરરમાં જોઈ મલકાજો પછી જોજો તમે કેટલા સુંદર દેખાવો છો… बाटने के लिए गम तो सबके पास हैं आज तु जरा अपनी खुशियाँ बाट ले, दिल के पीछे तो कहीं दर्द दफ़न हैं उस दर्द को छुपाके,तु आज मुस्कुराले… जी भर के हस ले…. જીજ્ઞાશા પટેલ