હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ડીસા તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. કંસારી ગામમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરો વરસાદી પાણીના બેટમાં ફેરવાયા હતા. જેના કારણે કંસારી ગામમાં આવેલા તમામ ખેતરોમાં મગફળી બાજરી સહિતના અનેક પાકોમાં ખેડૂતો ને મોટું વેઠવાનો વારો આવ્યો છે જોવા જઈએ તો ખાસ કરીને આ વર્ષે સારા પાક થવાની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું પરંતુ મેઘરાજા આજે મુશળધાર વરસતા ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું જેના કારણે ખેડૂતોએ ફરી એકવાર ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આજે ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ સવારથી જ વરસાદી પાણીથી ઉભરાયા હતા જેના કારણે કંસારી ગામને જોડતા અનેક ગામો અવરજવરથી બંધ થઈ ગયા હતા જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઈ હતી આજે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ વગર શાળાઓના રૂમ સુમસામ જોવા મળ્યા હતા. શાળાની આજુબાજુથી પસાર થતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે શિક્ષકોએ પણ ભારે હાલાકી ભોગવી પડી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે ડીસા તાલુકાના કંસારી ગામે ભારે વરસાદના પગલે આજે પરિસ્થિતિ બે કાબુ બની હતી