સરકારી કર્મચારી ના રૂમ માંથી મળી આવ્યો વિદેશી દારુ
Dysp પુજાબેન યાદવે દ્વારા માવસરી પોલીસ ક્વાર્ટર નું ચેકિંગ
૩૧૫૫ ના મુદ્દામાલ જપ્ત કર્યો
જીલ્લા પોલીસ વડા આ વિગત નું સંજ્ઞાન લે ..
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
સરહદી બનાસકાંઠા ના રાજસ્થાન અને ગુજરાત બોર્ડર એ આવેલ માવસરી પોલીસ સ્ટેશન માં નોકરી કરતા કોન્સ્ટેબલ ના રૂમ માંથી અંદાજે ૩૧૫૫ રૂપિયા નો ભારતીય બનાવટ દારૂ જડ્પાયો છે જેમાં બાતમી ના આધારે Dysp પુજાબેન યાદવ દ્વારા માવસરી પોલીસ સ્ટેશન આવી પોલીસ ક્વાર્ટર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ક્વાર્ટર માં આવેલ સંડાસ માં એક કોથળી માં વિદેશી દારુભરેલ રાખેલ હતો અને પોલીસે ચાર બોટલ અલગ –અલગ વિદેશી દારૂ જપ્ત કરી કોન્સ્ટેબલ વિરુધ ધ –ગુજરાત પ્રોહિબિશન એકટ નો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જેમાં કોન્સ્ટેબલ ના ધર પર રેડ કરતા પહેલા તે નાસી છુટેલ જેમાં ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ નામનો આ પોલીસ કર્મચારી એ દારૂ બોટલ કહ્યા થી લાવી અને કેટલા સમયે લાવે છે કે તે પીવા માટે લાવ્યા હતા કે વેચવા આ અંગે જીલ્લા પોલીસ વડા આ વિષે ઊંડાણ પૂર્વક તટસ્થ તપાસ થાય તો હજુ કેટલાય પોલીસ કર્મી ઓ અને બુટલેગરો ની બકરી ડબા આવે તેમ છે ..નોધનીય છે કે વારંવાર આવા અવનવા બનાવો પ્રકાશ માં આવતા માવસરી પોલીસ ઊંધતી જોવા મળતી હોય છે અને આજે પણ જોવા મળ્યું કે પોલીસ ના નાક નીચે કામ થયું છે જે ખરેખર માવસરી પોલીસ ના ગાલ ઉપર એક મોટો તમાચો છે .