આજે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્ર મહારાજા આદિથાણા-7 જેરડા ગામમાં પાવન પધરામણી થતાં જૈન સંઘમાં હર્ષનો ઉમંગ છવાયો હતો.પરમ ગુરુદેવે જેરડા જૈન સંઘમાં તેમજ જૈન સમાજના નિવસ્થાને પાવન પગલાં કરી શુભ મંગલના આશીર્વાદ આપ્યા હતા.જે બાદ જૈન સંઘના દરેક ભાવિકો બહારગામથી પણ બહોળી સંખ્યામાં જૈન તથા જૈનૈતરો પધારી શાસન ની શોભા વધારી હતી પુજય ગુરૂદેવે અનેકો ના ઘરે પાવન પગલા કરી શુભ મંગલ ના આશિર્વાદ આપ્યા હતા ત્યાર બાદ પધારેલા મહેમાનોની સાધર્મિક ભક્તિ નુ તથા સંઘ દ્વારા સંધ પુજન નું આયોજન કરાયું હતું જેમાં શ્રી સંઘ તથા જિનવાણી વિહાર સેવા ગ્રૂપ ઝેરડા દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો