બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અગાઉ વિધાનસભા માં દારૂ બંધી ને લઈને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ થોડા દિવસ બાદ રાત્રે 3 વાગ્યે જનતા રેડ કરી ભાભરથી કોતરવાડાની કેનાલ પર ગેની બેને દારૂ ભરેલી ગાડી માં 100થી વધુ પેટી પકડી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો હતો. જનતા રેડમાં આ દારૂ વિનુ સિંધી નામના બુટલેગરનો હોવાનું સામે આવ્યું બનાસકાંઠા દિયોદર તાલુકાના કોતરવાડા ની આજુબાજુ માં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને જનતા દ્વારા રેડ દરમિયાન પરપ્રાતીય વિદેશી દારૂ ની જીપ પકડાતા વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાસકાંઠા પોલીસ બેડામાં ખળ ભલાટ મચી જવા પામ્યો હતો અને વધુમાં ગેનીબેન ઠાકોર તંત્ર ને સવાલ કર્યો કે શું આ દારૂ ગુજરાત માં ઘુસાડ વામાં કોનો હાથ છે? આડકતરી રીતે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા