સરહદી પંથક માં છેલ્લા કેટલાય વર્ષ માં વાવ તાલુકા પંચાયત અડધો ડઝન થી વધુ ટી.ડી.ઓ મુકાયા હશે.જેમાં ૯૦ %ટી.ડી.ઓ ઇન્ચાર્જ ટીડીઓ રહ્યા છે પરંતુ વાવ તાલુકા પંચાયત રેગ્યુલર ટીડીઓ તરીકે જય ગોસ્વામી ને મુકવામાં આવ્યા છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર જય ગોસ્વામી યુવા વર્ગ ના હોઈ ઉત્સાહી અને પ્રમાણિક અને એક નિપુણ અધિકારી ની છવી ધરાવે છે .જેઓ જુનાગઢ જીલ્લા ના કેશોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા .આવતા ની સાથે અધિકારી સામે કડક વલણ અપનાવવા સૂચનો કર્યા હતા વધુ માં અમારી ટીમ ના મીડિયા પ્રતિનિધિ એ નવનિયુક્ત યુવા ટીડીઓ જય ગોસ્વામી ની મુલાકાત લીધી હતી.અને જણાવ્યું હતું કે ખોટું કરે તેને હું છોડીશ નહિ