ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ (ISRO)ને શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવારે ઈમેજિંગ સેટેલાઈટ EOS01ને લોન્ચિંગ કર્યું છે. PSLV-C49 રોકેટ સાથે દેશના રડાર ઇમેજિંગ સેટેલાઇટ EOS01 અને 9 વિદેશી સેટેલાઈટને પણ મોકલવામાં આવ્યા છે. લોન્ચિંગ કરવાનો નિર્ધારિત સમય (બપોરે 3 વાગ્યેને 2 મિનિટ)થી 10 મિનિટ મોડું થયું હતુ.
આ વર્ષે ISROનું આ પ્રથમ લોન્ચિંગ છે. જોકે, ISROનો GSAT સેટેલાઈટ પણ આ વર્ષે 17 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તે લોન્ચિંગ ફ્રેન્ચ ગિઆનાથી કરવામાં આવ્યું હતું. ISROના અધ્યક્ષ ડો. કે સિવાને વૌજ્ઞાનિકોને કહ્યું કે દિવાળી પહેલાં જ તમે રોકેટ લોન્ચ કરી દીધું, હવે ઉજવણી શરૂ થશે. સિવાને કહ્યું કે સ્પેસ સાથે સબંધિત કાર્ય અમે વર્ક ફ્રોમ હોમ દ્વારા નથી કરી શકતા. અમારા દરેક એન્જિનિયર લેબમાં હાજર છે. જ્યારે અમે કોઈ મિશન વિશે વાત કરીએ ત્યારે દરેક ટેકનિશિયન, કર્મચારી એક સાથે કામ કરે છે.
EOS01ની શું છે ખાસિયત?
તે રડાર ઇમેજિંગ સેટેલાઈટછે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ અને રાત અને બધી ઋતુઓમાં ફોટા લેવામાં સમર્થ છે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત, એગ્રીકલ્ચર- ફોરેસ્ટ્રી, માટીમાં ભેજને શોધવું અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ મદદ કરશે.