યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
સરહદી પંથક માં વાવ તાલુકા પંચાયતમાં છેલ્લા ૧ વર્ષ થી વાદ કે વિવાદ કે ગ્રાન્ટ ના હોવાના કારણે લોકો ને હપ્તા ચુકવાતા ન હતા પરંતુ વાવ પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગ્રાન્ટ ની ફાળવણી સાથે કોઈ એક ગામ ના સરપંચ દ્વારા ૧ દિવસ ની પોતાની ગ્રુપ ગ્રામપંચાયત ના ૨૧ કેસો ના હપ્તા ચૂકવાઈ ગયા .આમ તો જોવા જઇયે તો પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ કે મજુરીયાત વર્ગો તથા વિધવા મહિલાઓ ને આ પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ આપવાનો હોય છે આમ તો જોવા જઈએ તો વાવ તાલુકા પંચાયત માં ૭૨ ગામો જેમાં ૫૩ ગ્રુપ ગ્રામ પંચાયત નો સમાવેશ થાય છે જેમાં ગામ દીઠ લોકો ના રેસીયા પ્રમાણે આ પ્રધાન મંત્રી આવાસ યોજના મકાન બનાવવાની સહાય મળતી હોય છે પરંતુ જાણવા મળતી માહિતી અનુસાર એક ગ્રુપ ગ્રામપંચાયત ગામ ના સરપંચ રાજકીય વગ ધરાવતા હોઈ પોતે ૧ દિવસ ની અંદર ૨૧ કેસો ના હપ્તા કાઢી આપવામાં આવ્યા છે જે વિષય ચર્ચા નું કેન્દ્ર બન્યું છે હવે જોવાનું એ રહ્યું જવાબદાર તંત્ર આ વિષય ની નોધ લેશે કે નહિ લેશે તો શું પગલા ઓ ભરશે જે જોવાનું રહ્યું ..