મધ્યપ્રદેશમાં પેટાચૂંટણી માં સિંધિયાની જીભ લપસીકમળની જગ્યાએ પંજાનું બટન દબાવવા અપીલ કરી

મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીને લઇને નેતાઓના ભાષણો ચાલુ છે. એવામાં ઉતાવળમાં કેટલાક નેતાઓની જીભ પણ લપસી રહી છે. શનિવારે એક જાહેર સભામાં કોંગ્રેસથી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની જીભ લપસી હતી. તેમણે ડબરાના ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીના સમર્થનમાં કમળને બદલે કોંગ્રેસનું પંજાનું બટન દબાવીને મત આપવા અપીલ કરી હતી.

સિંધિયા શનિવારે ડબરામાં ભાજપના ઉમેદવાર ઇમરતી દેવીના સમર્થનમાં આયોજીત સભામાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે જો તેમના પર વિશ્વાસ છે તો હાથ ઉંચો કરો મને વિશ્વાસ અપાવો. આપણી ડબરાની જાનદાર અને શાનદાર જનતા અમને વિશ્વાસ અપાવે કે 3 તારીખના રોજ ઇમરતી દેવીને વિજય અપાવશો. તે જ સમયે તેમની જીભ લપસી ગઈ અને તેમના મોઢામાંથી નીકળી ગયુ- ‘એક મુઠ્ઠી બાંધીને વિશ્વાસ અપાવો કે 3 તારીખે હાથના પંજાવાળું બટન દબાવશો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *