વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હવે દરેક રાજકીય પક્ષોની નજર ગુજરાતના મુખ્યમંત્રીના તાજ પર છે.આગામી સમયમાં ગુજરાતનાં મુખ્યમંત્રીની ખુરસી માટેની ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે.. અને દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ફતેહ કરવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.. આમ આદમી પાર્ટીએ સુરતમાં પાર્ટીમાં ભંગાણ સર્જાયા બાદ એકવાર ફરી રાજ્યમાં પાર્ટીના કાર્યકરોને સક્રિય કરવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.. ત્યારે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કાર્યકરો સાથે સંકલન બેઠક યોજીને કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કર્યો હતો.. ડીસા ખાતે પહોંચેલા ગોપાલ ઇટાલિયાએ કાર્યકરોને સંબોધીને આગામી ચૂંટણી માટે અત્યારથી જ કામેલગી જવા માટે આહ્વાન કર્યું હતું.. આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલીયાએ આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી મુખ્યમંત્રીનો ઉમેદવાર હજુ સુધી નક્કી કરવામાં ના આવ્યો હોવાની કબૂલાત કરી હતી..

આમ આદમી પાર્ટીમાં જે રીતે એક પછી એક કાર્યકરો છોડીને જઈ રહ્યા છે તે પતનને અટકાવવા માટે ગોપાલ ઇટાલીય દ્વારા આ પ્રવાસ શરૂ કરવામાં આવ્યા છે.. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવારને લઈ આપવામાં આવેલા આ નિવેદન બાદ પાર્ટીના થઈ રહેલા પતનને અટકાવવા માટે ઇટાલિયા કેટલા સફળ રહેશે તે આવનારા સમયમાં ખબર પડશે..