બનાસકાંઠા તાલુકા ના ધાનેરા ખાતે 22 માર્ચ 2020 શરૂ થયેલી કોરોનાની ગંભીર બીમારીના કારણે તાજીયા ઝુલુસ નહિ નીકળી શકતાં બે વર્ષ બાદ આ વર્ષે મુસ્લિમ કમિટી દ્વારા મહોરમ તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મના હજરત મહંમદ પયગંબર સાહેબના દોહીત્ર હજરત ઇમામ હુસેને 71 સાથીઓ સહિત શહાદત વ્હોરી હતી. આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાઇ નથી. જેથી મોહરમ મનાવવામાં આવી રહ્યો છે.ગત તા .09-08-2022 ના રોજ
ધાનેરા શહેરના લાયબ્રેરી ચોક ઈમામ ઘરથી.લીમડા ચોક. મેમણવાસ.મહેતાવાસ.વોરવાસ વેપારી વાસ.નગરપાલિકા ચોક સુધી ઢોલ.નગારા અને યા હુસેનના નારાઓ સાથે ઝુલુશ
નિકળાવામાં આવ્યા હતા.જેમાં રસ્તામાં ઠેર-ઠેર પાણી શરબત જેવી વ્યવસ્થાઓના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા. તાજીયા ઝુલુસમાં મુસ્લિમ બિરાદરોએ તલવાર લોખંડના સળિયા વડે અલગ-અલગ પ્રકારની કરતબો કરી હતી.તાજીયા ફેરવીને કબ્રસ્તાનમાં તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા.