- કોરોના ના કપરા સમય અનેક બનાવો પ્રકાશ માં આવ્યા છે જે મુજબ તા ૩૦/૦૫/૨૦૨૧ ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે છેડતી નો ગુનો નોધાયો છે જેમાં ઈસમો પાણી પીવાના બહાને મહિલા સાથે છેડતી ના પ્રયાસો થતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :(વાવ ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ભાખરી ગામે ખેતરમાં રહેતી પરીણિતા સાથે છેડતીની ઘટના સામે આવી છે. સુત્રો ના હવાલે વિગત મુજબ પરીણિતાનો પતિ અને બાળકો અંદર ઓરડીમાં સુતા હોઇ તે દરમ્યાન એક ઇસમ પાણી પીવા આવતાં મહિલાએ તેને પાણી આપ્યુ હતુ. જ્યાં ઇસમે મહિલાનો હાથ પકડી તારી પતિ સુઇ ગયો છે તું પેલા ઝાડના નીચે ચાલ તેમ કહી છેડતી કરી હતી. જેથી મહિલાએ હાથ છોડાવી દુર જતાં ઇસમે કહેલ કે, તુ તારો મોબાઇલ નંબર આપ પછી ફોન કરી તને બોલાવશું ત્યારે તું મળવા આવશે. જેથી મહિલાએ બૂમો પાડી તેમના પતિને બોલાવતાં પતિએ ઇસમે ઠપકો આપતાં ઇસમે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સૂત્રોએ વિશેષ જણાવ્યું હતુ કે, ઇસમે પરીણિતાનો હાથ પકડી છેડતી કર્યા બાદ તેમનો પતિ કહેવા જતાં ઇસમે ધમકી આપ્યાનું સામે આવ્યુ છે. આ તરફ ભારે હોબાળો થયા બાદ ખેતરના માલિક આવી પહોંચતાં ઇસમને સમજાવી ઘરે રવાના કર્યો હતો. આ તરફ પરીણિતાએ પોતાના પતિ અને ખેતર માલિકને સાથે રાખી વાવ પોલીસ મથકે દિનેશ હરદાસભાઇ શેંગલ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વાવ પોલીસે ઇસમ વિરુધ IPC કલમ 354, 354A, 294(b), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.