બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરફેરમાં વપરાતી અલ્ટો ગાડીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનને અડીને આવેલ હોવાથી રાજસ્થાનમાંથી બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમીયા અપનાવે છે.. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઇવે નમ્બર 168 પર આવેલ સાંમરવાડા ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલ alto ગાડી ઝડપી પાડી છે.. ગાડીમાં બુટલેગરો દ્વારા સીએનજીની ટાંકીમાં એક ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું અને આ ચોર ખાનામાં દારૂ ભરીને હેરફેર કરવામાં આવતી હતી.. આ ચોર ખાનામાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 48 દારૂ અને બિયરની બોટલો ઝડપી છે આમ 1,48,000 ના મુદ્દા માલ સાથે ગાડી ડીટેલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.. જ્યારે એલસીબીની ટીમે ગાડી પકડી ત્યારે આરોપી ફરાર થઈ જતા એલસીબીની ટીમે ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.. સમગ્ર રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તમામ એજન્સીઓને દારૂના વેપલા સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે જેના ભાગરૂપે પોલીસે પેટ્રોલિંગમાં વધારો કર્યો છે અને સતત જે દારૂનું દુષણ છે તેને ડામવા પોલીસ એક્ટિવ મોડ માં જોવા મળી રહી છે