ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેને લઈ કોરોના દર્દીઓ માંથી લોકોનું સંક્રમણ વધે નહિ તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત ડીસામાં પણ કોરોના કેસ વચ્ચે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના રિજનલ કમિશ્નર ડી.કે પારીખ ડીસાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખી ડી.કે પારેખ ડીસાના વોર્ડ ન-3 ના તમામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં વોર્ડ ન-3માં આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઈન કરેલા કોરોના પોજેટિવ દર્દીઓની મુલાકાત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓને કેવી સારવાર આપવામાં આવી રહી છે તે અંગે પણ માહિતી પૂછવામાં આવી હતી.જે બાદ ડી.કે પારેખ ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલ સેન્ટર હોમ ખાતે પહોંચ્યા હતા.જ્યાં સેન્ટર હોમમાં આશ્રય લઈ રહેલા લોકોની મુલાકાત કરવામાં આવી હતી.જ્યાં સેન્ટર હોમ ખાતે આશ્રય લઈ રહેલા લોકોને પણ કેવી સુવિધાઓ આપવામાં આવે છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ડીસાના વોર્ડ નંબર 3 માં ગાંધીનગરના એડિશનલ કમિશનર એ કોરોના દર્દીઓની મુલાકાત લીધી
Tags:
#In Ward No. 3 of Deesa#the Additional Commissioner of Gandhinagar visited the corona patients#કોરોના દર્દીઓની મુલાકાત#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાના વોર્ડ નંબર 3 માં ગાંધીનગરના એડિશનલ કમિશનર એ કોરોના દર્દીઓની મુલાકાત લીધી
Related News Stories
मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।
वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?
एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.
अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।
एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...
