Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

દાંતા વન વિભાગની મોટી કાર્યવાહી: શિયાળના શિકાર સાથે એક આરોપી રંગેહાથ પકડાયો | Banaskantha Forest News

દાંતા વન વિભાગની મોટી કાર્યવાહી: શિયાળના શિકાર સાથે એક આરોપી રંગેહાથ પકડાયો | Banaskantha Forest News

બનાસકાંઠા જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણને લઈને દાંતા પૂર્વ રેન્જ વન વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. મેળવેલી માહિતી પ્રમાણે, જીતપુર રાઉન્ડની વેકરી બીટ વિસ્તારમાં આવેલા સેકડા જંગલ સર્વે નંબર ૧૧૪/પૈકી ૨ (નવો સર્વે નંબર ૨૧૨) ખાતે ૨૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ વન વિભાગની ટીમ નિયમિત જંગલ ફેરણા પર હતી. આ દરમ્યાન ત્રણ શકમંદ ઈસમોની હલચાલ જોતા તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના કટ્ટાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કટ્ટામાંથી શિયાળ નંગ-૧નું મૃતદેહ મળી આવતાં ટીમને શિકારની શંકા પક્કી થઈ હતી.

વનપાલ જીતપુર શ્રી પી. કે. વાવેચાએ ઘટનાની તાત્કાલિક જાણ પરિક્ષેત્ર વન અધિકારી શ્રી વી.એલ. ચૌધરીને કરી હતી. ત્યારબાદ મદદનીશ વન સંરક્ષકશ્રી અંબાજીના માર્ગદર્શન હેઠળ ટીમે એક આરોપીને રંગેહાથ પકડી દાંતા પૂર્વ રેંજ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપી પરદેશભાઈ બાબુનાથ ભાટી (મદારી), રહે: મદારી વસાહત, વડાલી, જી. સાબરકાંઠા વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ની કલમ ૨, ૯, ૨૭, ૩૯, ૪૩, ૪૪, ૫૦ અને ૫૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને દાંતા કોર્ટમાં રજુ કરવામાં આવી અને એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા ચાર દિવસનો રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં મદદનીશ વન સંરક્ષક શ્રી જીગરભાઈ જે. મોદી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિજયભાઈ એલ. ચૌધરી, વનપાલ શ્રી પુનાભાઈ કે. વાવેચા, શ્રી હર્ષદસિંહ સી. હડિયોલ, શ્રી ડી.આઇ.એમ. પ્રજાપતિ, વનરક્ષક શ્રી સંજયસિંહ બી. બારડ તેમજ કાયમી રોજમદાર શ્રી કુમારસિંહ શંકરસિંહ ચૌહાણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વન વિભાગના જણાવ્યા મુજબ, આ કેસને ગંભીરતાથી લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. વન્યપ્રાણીઓના શિકાર સામે વિભાગ શૂન્ય સહનશીલતા રાખશે અને આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે તેવું પરિક્ષેત્ર વન અધિકારીશ્રી દાંતા પૂર્વ રેન્જ તરફથી જારી કરાયેલા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

બનાસકાંઠા • Oct 4, 2026

બનાસકાંઠામાં બટાકા અને જીરુંના ટેકાના ભાવ જાહેર: ખેડૂત આલમમાં ખુશીનો માહોલ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા બટાકા અને જીરુંના પોષણક્ષમ ભાવ અંગે...
બનાસકાંઠા • Mar 13, 2026

બનાસકાંઠા રેન્જને પ્રથમ આઈજી મળ્યા: પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો ચાર્જ

બનાસકાંઠા: રાજ્યના પોલીસ તંત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર પોલીસ રેન્જ...
બનાસકાંઠા • Feb 11, 2026

બનાસકાંઠાના માહી ખાતે નકલી ઘી બનાવતી યુનિટ પર દરોડો: 1513 કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત, તપાસ શરૂ

જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: