બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં સુઇગામ તાલુકા મા ગત રોજ ના રાત્રિના બાર વાગ્યા થી 12:30ના સુમારે સુઇગામ પંથકમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં બે દીવસ ના જોરદાર ઉકળાટ બાદ રાત્રીના સુમારે ધોધમાર વરસાદ ખાબકતા ધારા છુટી હોય તેવો માહોલ સર્જાયો હતો જેમાં ગાજવીજ નો માહોલ જોરદાર જોવા મળ્યો હતો આમ વરસાદ વરસતાં સમગ્ર વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી જોકે સુઇગામ તાલુકો અને ગામડા ઑ માં ઠેર ઠેર પાણી ના ખાબોચિયા ભરાયલ જોવા મળ્યા. વાવણી લાયક વરસાદ 43 mm થયો હોવાથી ખેડુતો માં ખુશીનો માહોલ છવાયો હતો.