યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
બનાસકાંઠા જીલ્લા ના ભારત –પાકિસ્તાન બોર્ડર પર ખૂબ જ કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ સાચી રાષ્ટ્રનિષ્ઠાથી ઉમદા ફરજ બજાવતા નડાબેટ બોર્ડર ઉપરના જવાનો ને આરોગ્ય ચકાસણી તેમજ વૃક્ષારોપાણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હેતુ શીવમ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદના સમર્પિત સ્વયંસેવકોએ ભારત-પાકિસ્તાન બોર્ડર ઝીરો પોઈન્ટની મુલાકાત લઈ વિવિધ ચોકીઓ ઉપર ફરજ બજાવતા જવાનોની આરોગ્ય ચકાસણી કરી જરૂરી દવાઓ આપી હતી.આ મુલાકાત વેળાએ બી.એસ.એફ.બટાલિયન-19 ના ડેપ્યુટી કમાન્ડન્ટ નરપતસિંહજી સોઢા,શીવમ ચેરીટેબલ ટ્રસ્ટના ડો.પ્રકાશ ઉર્મિ,અનંતભાઈ દવે,જય જલારામ ટ્રસ્ટ ડીસાના કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બોર્ડર વિસ્તારમાં સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ વૃક્ષો વાવવા માટે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.