ડીસા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જીગ્નેશ હરિયાણી ના માર્ગદર્શન હેઠળ આજે ડીસા શહેરના ઇન્દિરા નગર ખાતે આવેલ વ્યાયામ શાળામાં આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય ચકાસણી કેમ્પમાં આરોગ્ય વિભાગના ડોક્ટરો દ્વારા આજુબાજુના વિસ્તારોમાં રહેતા દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી અને તમામ દર્દીઓને નિશુલ્ક દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ આરોગ્ય કેમ્પ માં ૫૦થી પણ વધુ સગર્ભા મહિલાઓનું નિશુલ્ક ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા મગ નું વિતરણ કરાયું હતું હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ડીસા નગરપાલિકાના તમામ વોર્ડમાં આરોગ્ય ચકાસણી તેમજ સગર્ભા બહેનોને નિશુલ્ક સારવાર આપવાના કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા સરકાર દ્વારા ચલાવવામાં આવતા અનેક સહાયનો લાભ પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરીયાણી દ્વારા હાલમાં આરોગ્યલક્ષી કેમ્પ અને સગર્ભા બહેનો અને સમયસર સારવાર મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધી અનેક દર્દીઓને સારવાર પણ આપવામાં આવી છે