સુઈગામ તાલુકા ના ગોલપ-નેસડા ગામે ભારેશ્વર મહાદેવ ના મંદિર માં હવન યોજાયો …
સુઈગામ તાલુકાના ગોલપ-નેસડા ગામે સવંત ૨૦૭૬ ને શરદ પૂર્ણિમા ને તારીખ -૩૧/૧૦/૨૦૨૦ ને શનિવાર ના રોજ સમસ્ત ગોલપ -નેસડા ના લોકો દ્વારા ભારેશ્વર મહાદેવ ના મંદિર માં હવન નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શાસ્ત્રી મુકેશભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા .આ હવનમાં ગોલપ -નેસડા ગામના લોકો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા ત્યારબાદ ભોજન પ્રસાદ લીધો હતો .આ સાથે ભારેશ્વરમહાદેવ હવન ધામધૂમ થી આહુતિ આપી સંપન્ન કરવામાં આવ્યો હતો…