રાજ્યમાં હાલમાં તો પશુઓમાં લંપી વાયરસનો રોગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આ રોગનું પ્રમાણ મોટાપાયે જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક ગાયો લંપી રોગ વાયરસના અજગરી ભરડામાં આવી ચૂકી છે.ત્યારે લંપી વાયરસ ને લઈને વાવ ના ધારાસભ્ય એ ધરાધરા ગામ ની મુલાકાત લીધી હતી તે દરમિયાન અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ ગેનીબેન સાથે વાતચીત કરી હતી જેમાં વર્તમાન સરકાર ગાયો ની રક્ષા કરે તેવી અપેક્ષા છે અને સરકાર સામે આંગળી ચીંધી હતી જેમાં કહ્યું હતું કે વર્તમાન સરકારે ગાય માતા ના નામ ઉપર વોટ મેળવ્યા છે જેમાં વધુ માં જણાવતા કહ્યું હતું કે દીકરી અને ગાય જયાં દોરો ત્યાં જાય છે પણ અત્યારે તેનું કોઈ નથી તેમ જણાવ્યું હતું ત્યારે વહીવટી તંત્ર ને નિષ્ફળ હોવાનું જણાવતા કહ્યું હતું કે જો આગામી પુનમ સુધી કુદરત આ ગાયો માંથી લંપી નામનો રોગ નાબુદ થશે તો હું મારા નિવાસ સ્થાન ભાભર થી ઢીમા પગપાળા જઈશ અને ઢીમા ધરણીધર ભગવાનને દ્વાજા ચડાવીશ તેમ કહ્યું હતું