યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી પંથક માં અનેક ગામડા ઓ માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મળતી હોય છે મળતી માહિતી મુજબ વાવ તાલુકા પંચાયત માં પ્રધાનમંત્રી આવાસ યોજના માં અનેક ગેરરીતી ને જોઈ વાવ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ આર રાજપૂત દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે જેમાં ૨૦૧૯-૨૦ ના વર્ષ માં પ્રધાનમંત્રી આવાસ અને શોચાલય યોજનામાં ગેરરીતી ના મુદ્દે આપ જીલ્લા વિકાસ અધિકારી ને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જે બાબતે મુદ્દા ની તપાસ તાલુકા પંચાયત સોપવામાં આવતા ગેરરીતી ઓ બહાર ન આવી હતી જેથી બીજી વખતે તપાસ મુદ્દે જીલ્લા વિકાસ ની ટીમ આવી હતી અને ખુદ જીલ્લા વિકાસ ની ટીમે ૧૦૩ મકાનો માં પ્રધાન મંત્રી આવાસ યોજના માં થયેલ ભ્રષ્ટાચાર ને લેખિત માં વાવ તાલુકા વિકાસ અધિકારી ને સોપવામાં આવ્યો હતો તેમ છતાં તાલુકા કક્ષા ના બેજવાબદાર અધિકારી અને ક્રમચારી મિલી ભગત થી ૧૦૩મકાન ના નાણા ચુકવણું કરવામાં આવેલ છે તેમ છતાં એજન્સી આજ દિન સુધી કોઈ તપાસ કરેલ નથી જેથી સરકાર શ્રી ના ચૂકવાયેલ રકમ ની રીકવરી કરી જવાબદાર અધિકારી અને કર્મચારી ઓ વિરુધ એક્શન લઇ કાયદેશર ની કાર્યવાહી કરવામાં આવે ગરીબ અને મધ્યમવર્ગ ના ગરીબ ને આ લાભ મળે .
શું કહે છે વાવ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ?
અમારી મીડિયા ટીમ પ્રતિનિધિ એ વાવ ના પૂર્વ તાલુકા પ્રમુખ ની મુલાકાત લીધી હતી અને પ્રમુખ દ્વારા ચોકવનારો ખુલાસો કરવામાં આવ્યો અગાઉ અનેક વાર રજૂઆત કરી છે જો આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ને ગેરરીતી ઓને બહાર લાવે તેવી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાનજીભાઈ .આર.રાજપૂત જનહિત માં અને સરકાર ના હિત માં માંગણી છે અને વિશેષ માં જાણવામાં આવ્યુ કે જો યોગ્ય તપાસ કરી ગેરરીતી ઓ બહાર નહિ લાવવામાં આવે તો અમારે ન્યાય ના હિત માટે ના છુટકે નામદાર કોર્ટ દ્વારા ખખડાવવા ની ફરજ પડશે

