ડીસા માં જીપડાલામાં ડુંગળીની આડમાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો,પોલીસે રૂપિયા 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડીસા તાલુકા પોલીસે હાઇવે પરથી ડુંગળીની આડમાં બોલેરો જીપ ડાલામાં લવાતો વિદેશી દારૂ ઝડપી લઇ 43 પેટી દારૂ સહિત ₹5.84 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.મળતી માહિતી મુજબ પાલનપુરના પોલીસ અધીક્ષક અક્ષય રાજ ની દારૂબંધી અંગે કફક કાર્યવાહીની સૂચનાથી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે વોચ ગોઠવતા હાઇવે પરથી ડુંગળીના કટ્ટા ની નીચે છુપાવેલ્લો વિદેશી દારૂનો જથ્થો વિદેશી દારૂ/ટીનની પેટી નંગ-૪૩ જે કુલ બોટલ/ટીન નંગ-૧૪૧૬, કિ.રૂ.૧,૮૩,૦૦૦ મળી આવ્યો હતો.જેથી પોલીસે સમેલારામ ભલારામ રબારી રાજસ્થાન ,અને વરધાજી ભીલ, રહે. દાંતરાઈ, તા.રેવદર, જી.શિરોહી, રાજસ્થાન ને ઝડપી તેમની પાસેથી મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/-તથા બોલેરો મેક્સીટ્રક ડાલા નંબર : GJ-27-TT-5975, કિ.રૂ.૪,૦૦,૦૦૦ તથા ડુંગળીના કટ્ટા નંગ-૫૨, એમ મળી કુલ કિ.રૂા. ૫,૮૪,૦૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *