ગાંધી બાપુ ના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતનો બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બુટલેગરો દ્વારા હેરાફેરી કરવામાં આવે છે.જેમાં મળતી માહિતી અનુસાર થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી મંગળવારે પોલીસે ચોખા ભરેલા ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 2040 બોટલ અને ટ્રક સહીત રૂ.૩૨૨૧૫૦૦ નો વિદેશી દારૂ જપ્ત કર્યો હતોજયારે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરાઇ છે જ્યારે દારૂ મંગાવનાર શખ્સ સામે ગુનો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ અંગે થરાદ પોલીસે ૩ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

