ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અશોક લેલન ગાડી માથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો……

ભાભર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી અશોક લેલન ગાડી માથી ભારતીય બનાવટની વિદેશી દારૂ ની બોટલ નંગ-400 તથા અશોક લેલન ગાડી સાથે કુલ-મુદ્દદામાલ 4,24,000/- નો પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા.

બનાસકાંઠા -જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ
અ.હે.કોન્સ.વદુજી, જયપાલસિંહ, ભરતભાઈ ,ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈ,મહેસભાઈ નાઓ ભાભર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ભાભર ટાઉનમાં આવતા એક અશોક લેલન ગાડી શકમંદ હાલતમાં જણાતા અશોક લેલન ગાડીમાં તપાસ કરતાં ખાટલા ની અંદર ચોરખાનું બનાવેલ હોય જે ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી ઓ તથા છૂટી બોટલો નંગ-400 કિંમત રૂપિયા 2,00,000/-તથા અશોક લેલન ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા ખાટલા કી.રૂ 14,000/- તથા મોબાઈલ નંગ- 1 કી.રૂ,10,000/- મળી કુલ કિંમત રૂપિયા 4,24,000/-નો મુદ્દામાલ મળી આવતા G.j.18 A.V 6223 નો ડ્રાઈવર નાસી જઈ તેના વિરુદ્ધ માં ભાભર પો.સ્ટે પ્રોહીબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *