બનાસકાંઠા જિલ્લામાં વરસાદે અને તાલુકાઓને આજે ઘમરોળી નાખ્યા છે ખાસ કરીને ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે ભારે વરસાદના પગલે ડીસા તાલુકામાં વરસાદી પાણીના કારણે અનેક ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા તો આ તરફ ભારે વરસાદથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પણ આજે બંધ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને રસ્તા ઉપર થી પસાર થવું ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગત મોડી રાત્રેથી જ ધોધમાર વરસાદ ડીસા તાલુકામાં શરૂ થયો હતો ભારે વરસાદની આગાહીના પગલે પણ વહીવટી તંત્ર એલર્ટ બની છે અને તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ આપી દીધા છે જેથી 2015 અને 17 માં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે ન સર્જાયત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડીસા પંથક ના ગામડાઓ ના ખેતરો બેટ માં ફેરવાઈ ગયા છે ડીસા ધાનેરા વચ્ચે આવેલા ૧૦ જેટલા ગામડાઓ ના ખેતરોમાં બે થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે, જેનાલ, વરણ, શેરપુરા, લક્ષ્મીપુરા , કંસારી બાઈવાડા થેરવાડા સહિત આજુબાજુ ના ગામના ખેતરો માં પાણી નદી ની જેમ વહેવા લાગતા જળબંબાકાર જેવી સ્થિટી સર્જાતા ખેડૂતોએ વાવેલ મહામૂલો મગફળીનો પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.