સુઇગામના જેલાણામાં સામાન્ય બાબતની અદાવતમાં મહિલા પર જીવલેણ હુમલો

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સુઇગામના નેસડા (ગોલ૫) ગામના નથાભાઇ લગધીરભાઇ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ગુરુવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓ પોતાના ખેતરના ઘરે હતા. આ વખતે ભાઇ જગતાભાઇએ ફોન કરીને પોતાની પત્ની શાંતાબેન જેલાણા મુકામે ગયેલ હતી. જયાં તેણી પર જેલાણાના અશ્વિનભાઇ માવજીભાઇ પરમારે હુમલો કરતાં થરાદની હોસ્પીટલ ખસેડાઇ હોવાની વાત કરી હતી. આથી તેમણે થરાદની સરકારી હોસ્પીટલમાં આવીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યાં થોડા દિવસ પુર્વે જેલાણા ગામમાં પિયર ધરાવતી શાંતાબેનના પિતાના ઘરની સામે રહેતા અશ્વિનભાઇ માવજીભાઇ પરમાર તેણીની સગી નાની બહેનના અશ્લિલ ફોટા લીધા હોવા બાબતે વાવ પોલીસ મથકમાં નાની બહેનના પતિએ અશ્વિનભાઇ સામે એક અરજી આપેલી હતી. જે અરજી આ શાંતાબેને અપાવી હશેનું મનદુઃખ રાખીને અશ્વિનભાઇએ લોખંડની ટૉમી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ વખતે તેણી નીચે પડી જતાં બંન્ને હાથ અને પગ પર પણ ટમી વડે હુમલો કર્યો હતો. તે વખતે તેણીને છોડાવવા વચ્ચે પડતાં સેધાભાઇ વિહાભાઇ રહે. ગોલપ અને શાંતાબેનની માતા ગાબેનને પણ ઇજા થવા પામી હતી. જો કે ઇજાના કારણે શાંતાબેનને માથાના ભાગે ૨૦ જેટલા ટાંકા આવ્યા હતા. અને બંને હાથોએ ફ્રેકચર થતાં ઓપરેશન કરવાની પણ નોબત આવી હતી. રખેવાળ પોલીસે ઇજાગ્રસ્ત મહિલા શાંતાબેનના દિયર (અને બનેવી) ની ફરિયાદના આધારે હુમલો કરનાર શખસ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને ચકચાર મચી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *