સરહદી વાવ અને સુઈગામ તાલુકાનાં રણની કાંધીએ આવેલ ગામડાઓમાં દર વર્ષે ઉનાળાનાં પ્રારંભે જ લોકો વલખા મારી રહ્યાં છે. જોકે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ખેતરોમાંથી નીકળતી પીવાનાં પાણીની મેઈન પાઈપલાઈનમાં બિનકાયદેસર કનેક્શનને કારણે પીવાનું પાણી નહિ મળતું હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે તખતપુરા ગામમાં અને શાળામાં પીવાનાં પાણી અંગે ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજુઆત ગ્રામજનોએ કરી છે માવસરીથી માત્ર ચાર કિમીએ આવેલ તખતપુરા શાળામાં એક માસથી પીવાનું પાણી નહિ મળતાં શાળામાં અભ્યાસ કરતાં 200 બાળકોને દૂર દૂર સુધી 40 ડીગ્રી તાપમાનમાં પણ પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે.તખતપુરા ગામને 12 કિમિ કુંભારડી પાણી પુરવઠાનાં મેઈન સંપમાંથી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે સરહદી વાવ,સુઈગામ સહિત થરાદ તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે.હાલમાં ગરમીની શરૂઆતમાં પણ લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.રણની કાંધીએ આવેલ ગામડાઓમાં 45થી 50 ડીગ્રી ગરમીમાં પણ મહિલાઓને પીવાનું પાણી ઉપાડીને લાવવું પડે છે.ત્યારે ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા અલગ જ દેખાઈ રહી છે.પીવાનાં પાણીની કાયમી સમસ્યા ઉકેલાય એવી માંગ ગ્રામજનોએ કરી છે.
- સરપંચ શું કહે છે જાણો
- આ અંગે તખતપુરા (જોરડીયાળી)ગામનાં સરપંચ અમરતભાઈ રબારીએ જણાવ્યું હતું કે ઉનાળામાં પીવાનાં પાણીની વધારે જરૂરિયાત રહે છે.તો વળી સરકારનાં જ માનીતા લોકો એજન્સીઓ ચલાવતા હોઈ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.એકમાસથી પીવાનું પાણી આવતું નથી ત્યારે પાણી પુરવઠા નિગમમાં પણ અનેક વખત લેખિત રજુઆત કરી છે.છતાં પણ પીવાનું પાણી મળતું નથી હવે પછી ગાંધીનગર મુખ્યમંત્રી સહિત પાણી પુરવઠા મંત્રી સમક્ષ ગ્રામજનો સાથે રૂબરૂ રજુઆત કરીશું