ધાનેરા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ના નવ નિયુક્ત પ્રમુખ સાજીત ભાઈ મકરાણી નો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ નાં નઝીર ભાઈ શેખ તેમજ ધારાસભ્ય નાથા ભાઈ પટેલ તેમજ માજી ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલ બનાસકાંઠા કોંગ્રેસ આઈ.ટી સેલ ના જિલ્લા પ્રમુખ અને પાલનપુર નગરપાલિકાના સભ્ય સરફરાજ ભાઇ સિંધી જિલ્લા માઇનોરીટી ડીપાર્ટમેન્ટ ના ઉપપ્રમુખ રફિકભાઈ ઇકબાલ ગઢ વાળા પાલનપુર નગરપાલિકા ના ભૂતપૂર્વ સભ્ય રિયાઝ ભાઈ બેલીમ ધાનેરા કોંગ્રેસના આગેવાન ધાનેરા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ રૂપાભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બળવંતભાઈ રાવ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના માજી પ્રમુખ શ્રી મુમતાજ ભાઈ સોલંકી તેમજ બચુભાઈ બેલી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી નવનિયુક્ત ચેરમેન નું ફૂલ આરતી અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર ભાઈ સંઘવી તેમજ ભોળાભાઇ ગોહિલ એ ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ સેક્રેટરી નજીરભાઈ શેખ નું ફુલ હાર વડે સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ બાબતે પ્રમુખ સાજીદ મકરાણી એ જણાવ્યું હતું ધાનેરા લઘુમતી minority સમાજના દરેક કામ માટે હું હાજર રહીશઅને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓ ટાબર-તોડ મહેનત કરી અને કોંગ્રેસને જીતાડવાની આશા વ્યક્ત કરી હતી