સરહદી સુઇગામ તાલુકા ની મુલાકાત લેતા જીલ્લા વિકાસ અધિકારી..

  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ

સરહદી બનાસકાંઠા ના સુઈગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા આજ રોજ તા.૦૯/૦૭/૨૦૨૧ ના રોજ સૂઇગામ તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સૂઇગામ તાલુકા પંચાયતની મુલાકાત લઈ તાલુકા વિવિધ શાખાઓની મુલાકાત લેતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ઝડપથી પૂર્ણ કરાવવા, મનરેગા યોજનામાં તમામ ગામોમાં કામ ચાલુ કરાવી લોકોને યોજનાનો લાભ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય વિહોણા લાભાર્થીઓને શૌચાલયનો લાભ અપાવવા બાબતે સૂચનો કરવામાં આવેલ હતા. આ સિવાય તેઓએ સુઇગામ સી.એચ.સી તેમજ પી.એચ.સી ની મુલાકાત લઇ ઓક્સિજન પ્લાન્ટનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ સુઈગામ તાલુકાનાં બેણપ ગામે મનરેગા યોજનામાં ચાલતા વનીકરણ કામની સ્થળ મુલાકાત લીધી હતી. આજની મુલાકાત દરમ્યાન સુઇગામ તાલુકા વિકાસ અધિકારી  કુ કાજલબેન આબલિયા  તેમજ  બેણપ સરપંચ  પરાગભાઇ  વણોલ   તેમજ નરેગ઼ા ના કર્મચારીઓ એ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *