ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોડાવાનું શરૂ થઈ ચુક્યું છે . તેમાં વધુ એકનો ઉમેરો થયો છે બનાસકાંઠાનાં દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાયા છે.તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો હતો. તેઓ પોતાના 3000થી પણ વધુ સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.જેમાં બનાસકાંઠા ના દિગ્ગજ નેતા ઓ જેવા કે શંકરભાઈ ચૌધરી ,હરિભાઈ ચૌધરી સહીત ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ વર્તમાન સાસંદ પરબત ભાઈ પટેલ સહીત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાયા અને ઘર વાપસી કરી છે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. તેમજ યુવા ટીમમાં વસંત ભટોળ એક મોટુ નેટવર્ક ધરાવે છે જેનો ફાયદો ભાજપને થશે તેવું રાજનીતિક વિશ્લેષકો જણાવી રહ્યા છે