ડીસા તાલુકાના માલગઢ ગામમાં બનેલા લવ જેહાદના મુદ્દે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા ભારે આકોશ વ્યક્ત કરાયો હતો અને હિન્દુઓની દીકરીઓને લલચાવી ફોસલાવી અને ધમકી આપીને લવ જેહાદ નામના ષડયંત્ર રચતા વીધર્મીઓને ધારાસભ્ય તરફથી ખુલ્લી ચીમકી આપવામાં આવી કે સુતેલા સિંહને જગાડવાની કોશિશ ના કરવામાં આવે નહિતર પરિણામો ખૂબ જ ગંભીર હશે. માલગઢ ગામમાં વસતા એક પરિવારને દીકરી ભાઈ અને માતાને અમુક વીધર્મીઓ તરફથી ધમકી આપી ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા જે બાદ દિકરીના પિતા પાસે લવ જેહાદનુ સંડોવાયેલા શખ્સો દ્વારા 25 લાખની ખંડણી માંગતા હોવાથી કંટાળી ગયેલ પિતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવાની કોશિશ કરાતાં પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જે બાદ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દ્વારા બે આરોપીને ઝડપી પાડ્યાં છે ત્યારે ડીસા તાલુકામાં લવ જેહાદની ઘટના બહાર આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે

ત્યારે સમગ્ર મામલે હિન્દુ હ્દય સ્માર્ટ ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાને જાણકારી મળતા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે તાત્કાલિક મીટીંગ કરીને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે જ્યાંરે માળી સમાજના પરિવારના વડીલ અને દીકરીના પિતાએ ઝેરી પ્રવાહી પી લેતા ચકચાર મચી જમા પામી જેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે લવ જેહાદના પડયત્રમાં સંડોવાયેલા શખ્સો દ્વારા દીકરીના પિતાને વારંવાર ધમકીઓ આપી અને પૈસાની માગણી કરતા આખરે કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ડીસાના હિન્દુ હૃદય સમ્રાટ ધારાસભ્ય અને સતત જનતાના દુઃખના ભાગીદાર બનતા શશીકાંતભાઈ પંડ્યાએ એક પણ મિનિટની રાહ જોયા વગર તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરીને કામે લગાડી આરોપીઓને પકડીને જેલના હવાલે કરાવ્યા હતા જ્યારે આજે મીડિયા સાથે સંવાદ કરતા ધારાસભ્ય પોતાની મનની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાત કે હિન્દુસ્તાન કે બનાસકાંઠા હોય આવા કુત્યોઓને સહન કરી લેવામાં નહીં આવે અને જો વારંવાર હિન્દુ સમાજ ઉપર આ રીતે એટેક કરવામાં આવશે તો પરિણામો પણ ભોગવવા તૈયાર રહેવું પડશે ધારાસભ્ય શશીકાંત પડ્યાં દ્વારા ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓને કોઈપણ રીતે સાંખી લેવામાં નહીં આવે..