કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પીઢ નેતા ધારસી ખાનપુરાનું આજે નિધન થયું છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ આપી હતી
મોદીએ શોકગ્રસ્તોને સાંત્વના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કાંકરેજના ધારાસભ્ય ધારસી ખાનપુરાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.