બનાસકાંઠા જીલ્લામા રોયેલટી ભર્યા વગરના બેફામ પણે રેતીના ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે.આ ડમ્પર ચાલકો અમુક સમયે ધાનેરાની ગીચ બજારોમાંથી પણ બેફામપણે દોડતા હોય છે.પરંતુ ખાણ અને ખનીજ વિભાગની મીલીભગતથી આ રેત માફીયાઓ સામે કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આજે સમગ્ર રાજ્ય માં બીન સચિવાલયની પરીક્ષાઓ હોવાથી પરીક્ષા કેન્દ્રો પર ધાનેરા નાયબ કલેકટરશ્રી દ્રારા નિરીક્ષણ માટે સ્કુલ કોલેજમાં જતા નવીન બનેલ ઓવરબ્રીજ પરથી ડીસા તરફથી આવતા ડમ્પરોને શંકાના આધારે અટકાવી તપાસ હાથ ધરતાં ત્રણે ડમ્પરો રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતા હોવાનું જણાતા ત્રણે ડમ્પરો ડમ્પર ચાલકોને ઝડપી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ત્રણ ડમ્પરો ધાનેરા નાયબ કલેકટરશ્રી દ્રારા ઝડપી કાયદેશર ની કાર્યવાહી થતા રેત માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો..