- સિવિલ હોસ્પિટલો બેડ ફૂલ
- ખાનગી હોસ્પિટલો માં દર્દી ઓની મોટી સંખ્યા
- રેમડેસિવિર ઈન્જેકશન જથ્થો ઉપલભ્ધ નથી
બનાસકાંઠા માં થરાદ ,વાવ ,દિયોદર ,ધાનેરા ,સુઈગામ ,ભાભર કોરોના ના દર્દી ઓ ની સંખ્યા દિવસે – દિવસે વધતી જઈ રહી છે સિવિલ હોસ્પિટલ માં કોરોના ના કેશો ના કારણે તમામ દર્દી ઓથી બેડ ફૂલ થઈ ગયા છે અને ખાનગી હોસ્પિટલો માં મુલાકાત લેતા જાણવા મળ્યું કે મોટી સંખ્યા માં કોરોના ના દર્દીઓ દાખલ છે અને રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ ના હોવાના કારણે દર્દી ઓ રામભરોશે મુકાયા છે ખાનગી હોસ્પિટલો ના ડોકટરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે બનાસકાંઠા સિવિલ હોસ્પિટલ પાસે માંગણી કરતા રેમડેસિવિર ઈન્જેકશન જથ્થો ઉપલભ્ધ નથી તેમ જાણવામાં આવ્યું હતું વધુ માં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કોવીડ હોસ્પિટલ ને લગતા તમામ સુવિધા જેવી કે સેન્ટ્રલ ઓક્સીજન સપ્લાય ,ફીજીશીયન ડોક્ટર ,સ્ટાફ ,દવાઓ તથા અન્ય સુવિધા ઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવાના ઉદ્દેશ થી થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નાયબ મુખ્યમંત્રી ,અને જીલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી .