ડીસા શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે આજે ભાજપ મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવામાં શરૂઆત કરી દીધી છે ખાસ કરીને આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મહત્વની કાર્યકર્તાઓની હોય છે ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં સૌથી મોટી જીત ગુજરાતમાં થાય તે માટે વધુમાં વધુ કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે સમગ્ર ગુજરાતભરમાં એકસાથે 579 મંડળની બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા ખાતે પણ માર્કેટયાર્ડમાં ભાજપ મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પ્રમુખ એસ.કે મોગરા દ્વારા આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પેજ કાર્યકર્તાઓની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પ્રદેશ માલધારી સેલ આયોજક સંજયભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ કૈલાસભાઈ ગેલોત, સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..