બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં એન.એસ.યુ.આઇ. દ્વારા રાષ્ટ્રીય મુહિમ શિક્ષા બચાઓ – દેશ બચાઓ ના અંતર્ગત ડીસા કોલેજ ના વિદ્યાર્થીઓ પાસે થી ટેબ્લેટ ના નામે યુનિવર્સિટી દ્વારા જે પૈસા ઉગરાવા માં આવ્યા છે તેને ત્રીજું વર્ષ થયું છે છતાં પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવવા આવ્યા નથી તેના માટે સહી અભિયાન નું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજ ના વિદ્યાર્થીઓ એ સહી કરી આ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો તેમજ ડીસા એન.એસ.યુ.આઇ. ના પ્રમુખ હાર્દિકભાઈ પઢીયાર એ પત્રકારોને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ની ફી ભર્યાને ત્રીજું વર્ષ ચાલે છે છતાં પણ ટેબ્લેટ મળ્યા નથી જેનાથી વિદ્યાર્થીઓ ની શિક્ષા ને નુકશાન થઈ રહ્યું છે માટે વિદ્યાર્થીઓ ને તાત્કાલિક ટેબ્લેટ આપવામાં ન આવ્યા તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર ની રહેશે તેમજ ડીસા એન.એસ.યુ.આઇ. ના ઉપપ્રમુખ અંકુરભાઈ ઠક્કર એ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને જેટલા જલ્દી ટેબ્લેટ આપવામાં આવે એટલું વિધાર્થીઓ ના હિત માં છે તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં પણ ફાયદો થશે.