ધાનેરા નગર પાલિકા વિસ્તાર માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મોટા પ્રમાણમાં લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવી છે. પરંતુ તેમાં કેટલાક નગર પાલિકાના કર્મચારી ઓ એ જૂના મકાનો ઉપર લોકોને સહાય ચૂકવી પોતાના ખિસ્સામા 30ટકા રકમ ખંખેરી લેવામાં આવ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે આ મામલો ઉગ્ર બનતા ખોટી રીતે પ્રથમ હપ્તો લાભાર્થીના ખાતામાં નાખી દેવામાં આવેલ હોવાથી તે પરત ભરવા માટે પણ પાલિકા દ્વારા લાભાર્થીઓને નોટિસ આપવામાં આવી છે.

તેમજ કેટલાક લાભાર્થીઓને જૂના મકાનો પર સહાય ચૂકવી દેવાના બનાવો પણ સામે આવ્યા છે. તે સિવાય એક જ પરિવારના પિતા અને પુત્ર ભેગા હોય તો તે બંનેને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આ બાબતે કલેકટર તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર અગ્ર સચિવ મુકેશકુમાર ને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ બાબતે પાલિકા ચીફ ઓફિસર રૂડા ભાઈ દેસાઈ જણાવ્યું કે ધાનેરા નગરપાલિકા માં થોડા દિવસો પહેલાં હું આવ્યો છું માટે આ બાબતે મને કોઈ ખાસ ખબર નથી પરંતુ મને જાણવા મળેલ છે જેથી આ બાબતે તમામ લાભાર્થીના લીસ્ટ મંગાવીને ક્રોસ તપાસ કરવામાં આવશે અને જો ખોટું થયું હશે અને તેમાં કર્મચારીઓનો હાથ હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું