અમદાવાદ / કોરોના દર્દીઓને બચાવવા ગયેલા ફાયરકર્મીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ, 48 કલાક બાદ કોરોનાના રિપોર્ટ કરાવવામાં આવ્યા

અમદાવાદ. કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવેલી નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને બૂઝાવવા માટે ગયેલા ફાયરબ્રિગેડના અધિકારી સહિત 33 જેટલા ફાયરકર્મીઓ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોનાનાં દર્દીઓના સીધા સંપર્કમાં આવતા 48 કલાક બાદ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિત તમામ ફાયરકર્મીઓના કોરોનાનાં એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તમામ પોલીસ કર્મચારી ક્વોરન્ટીન થયા

આજે નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે તમામના એન્ટિજન ટેસ્ટ કરાવાયા હતાં. આ ઘટનાના દિવસે જ ટેસ્ટ કરાવ્યા ન હતા. બે દિવસ સુધી રાહ જોયા બાદ આજે ટેસ્ટ કરાવ્યા હતા, પરંતુ એકપણ ફાયરકર્મી પોઝિટિવ નથી અને કોઈને લક્ષણો પણ જણાતાં નથી. આ ઉપરાંત દર્દીઓને બચાવવામાં મદદ માટે પહોંચી ગયેલા મહિલા PSI કુસુમ પરમાર સહિત 8 પોલીસકર્મીઓ હોમ કવોરન્ટીન થયા છે. જેમાં બે લોકોને કોરોનાનાં લક્ષણો જણાયા છે. બચાવમાં ગયેલા પોલીસકર્મીઓએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *