કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો :BJP ભ્રષ્ટાચારના પૈસાથી MLA ખરીદે છેઃ અમિત ચાવડા,

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનના વીડિયો પણ જાહેર કર્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છેકે, ભાજપ દ્વારા નેતાઓના ખરીદ-વેચાણ અને સોદાબાજી કરવામાં આવે છે. ભાજપ ભ્રષ્ટાચારના પૈસાથી સોદાબાજી કરી ધારાસભ્યોને ખરીદે છે. સાથે જ સી.આર.પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

પાટીલે આક્ષેપ બાદ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષે બેજવાબદાર બની મારા પર આક્ષેપ કર્યા છે. 15મી માર્ચે સોમાભાઈએ રાજીનામુ આપ્યું અને મેં જુલાઈ મહિનામાં પ્રદેશનો પદભાર સાંભળ્યો હતો. કોંગ્રેસે જાહેર કરેલા સ્ટિંગ વીડિયોમાં સોમાભાઈ એવું કહે છેકે, કોઇને 10 લાખથી વધુ આપ્યા નથી. આ સ્ટિંગ વીડિયો બહાર આવ્યા બાદ સોમાભાઈ પટેલે ખુલાસો કર્યો છે અને કહ્યું છેકે, આ તદ્દન બનાવટી વીડિયો છે. હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *