

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :બનાસકાંઠા
સરહદી પંથક માં દલિત સમાજ ના આગેવાનો આજ રોજ તા:૧૨/૦૪/૨૦૨૧ ના પોલીસ સ્ટેશન પહોચ્યા હતા જેમાં ૧૦/૦૪/૨૦૨૧ ના રોજ એક ઓડીઓ કલીપ સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં આવી હતી .જેમાં દલિત સમાજ ની લાગણી દુભાવતા જાતી વિરોધ શબ્દો ભુવા રબારી પ્રેમાભાઈ જગમાલ ભાઈ બોલી રહ્યા છે જે સમાજ સમાજ વચ્ચે વિદ્રોહ પેદા ના થાય તે માટે દલિત સમાજ ના વડીલો ભુવા પાસે ગયા હતા પરંતુ ભુવા એ અપમાન જનક શબ્દો બોલ્યા હતા જે અંતર્ગત દલિત સમાજ ના આગેવાનો , યુવા પેથી દ્વારા થરાદ પોલીસ સ્ટેશન આગળ બેસી સુત્રો-ચાર કરવામાં આવ્યા અને થરાદ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરવામાં આવી. જેમાં ઓડીઓ માં બેફામ બોલતા ભુવા રબારી પ્રેમાભાઈ જગમાલ ભાઈ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી