
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ સુઇગામ પોલીસ સ્ટાફના મહેશદાને ગઈ કાલે બેણપ પાટિયા પાસે માસ્ક વગરના રામસંગભાઈ બારડ નામના ઇસમને દંડ આપતાં તેનું મનદુઃખ રાખી શુક્રવારની રાત્રીના 9 વાગ્યાના સમયે સુઇગામ પોલીસ સ્ટેશનમાં કાર લઈ ઘુસી આવેલ,અને જોરશોરથી હોર્ન મારતા પોલીસે તપાસ કરતાં બે ઈસમોએ કાર ફૂલ સ્પીડમાં ચલાવી મારી નાખવાના ઇરાદે પોલીસકર્મી પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો,દરમ્યાન નાસવા જતાં રામસંગભાઈ બારડ નામના ઈસમને પોલીસે ઝડપી લીધો હતો,જ્યારે વિક્રમ ઠાકોર નામનો ઈસમ કાર લઈ નાસી ગયેલ,જોકે પોલીસે તાત્કાલિક સરકારી વાહનમાં પીછો કરતાં ભાભર રોડ પર બાવળની ઝાડીમાં ગાડી અથડાઈ ગઈ હતી,જ્યાંથી વિક્રમ ઠાકોર નાસી ગયો હતો,સમગ્ર મામલે પોલીસકર્મી મહેશદાને બન્ને ઈસમો વિરુદ્ધ મારી નાખવાની કોશિશ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.