14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ રક્તદાન કરવું એ મહાદાન છે ત્યારે આજે ધાનેરા પોલીસ તેમજ હેલ્થ વિભાગ દ્વારા ધાનેરાની પોલીસ મથકમાં બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રાજકીય અગ્રણીઓ હેલ્થ વિભાગના કર્મચારીઓ પોલીસ મથકના કર્મચારીઓ સહિત મોટી માત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી વી ડોડીયા સહિત મોટી માત્રામાં પોલીસ જવાનો તેમજ લોકોએ રક્તદાન કર્યું પોલીસ દ્વારા સૌ પ્રથમવાર આવો કાર્યક્રમ કરતાં ધાનેરાના લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી
ધાનેરા : બાજુવણકર / ભરત ગલચર