વાવ માં બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરાયું

ગામડાઓમાં રહેતા લોકો સ્વાસ્થય અંગે જાગૃત થાય અને વિના મૂલ્યે પોતાની સારવાર કરાવી શકે તે માટે સરકાર ધ્વારા બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરાયું છે.જેના ભાગ રૂપે વાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા ભાજપ ના પ્રમુખ ના અધ્યક્ષ માં બ્લોક હેલ્થ મેળાનો શુભઆરંભ કરવામાં આવ્યો હતો.જેમાં જીલ્લા ભાજપ ના પ્રમુખ એ સબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય ભર માં બ્લોક હેલ્થ તાલુકા મેળા નો પ્રારંભ કરાયો છે ત્યારે બનાસકાંઠા ના વિવિધ તાલુકા ના લોકો ને ધર આંગણે આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહેશે.આ કેમ્પ થકી હેલ્થ આઈડી ,મોતિયા ની તપાસ ઉપરાંત સ્પેશ્યાલિસ્ટ પીડીયાટ્રીશીયન ,ફીઝીશીયન ,ગાયનેક ,ઓર્થોપેડિક ,ડેન્ટીશ ,સ્ક્રીન ,ઈ.એન.ટી,ટેલી કન્સલ્ટેશન સર્વિસ ની સુવિધાઓ ઉપલ્બ્ધ કરવામાં આવી હતી જેનો લાભ તાલુકાઅને ગામ ના લોકો એ લાભ લીધો હતો આ કાર્યક્રમ જીલ્લા ભાજપ ના પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ ,જીલ્લા અનુ.જાતી મોરચા ના પ્રમુખ અરુણભાઈ આર્ચાય,વાવ તાલુકા હેલ્થ ઓફિસર ,સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક આઈ.એમ મકવાણા તેમજ ગણપત સિંહ ચૌહાણ તેમજ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *