થેરવાડા શાળામાં સાયકલનું વિતરણ કરાયું

આજરોજ નાલંદા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સરકારશ્રીની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૨૧-૨૨ માં ધોરણ-૯ માં અભ્યાસ કરતી કન્યાઓ બક્ષીપંચ જાતિની- ૯૫ અને અનુસૂચિત જાતિની-૮ આમ કુલ- ૧૦૩ વિદ્યાર્થીનીઓને સાઇકલોનું વિતરણ કરાયું જેમાં વાલીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. વિદ્યાર્થીનીઓની યાદી મુજબ ચેસીસ નંબરની નોંધ કરી શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ચૌધરી ની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *