ભીલડી chc સેન્ટર ગંદકી માં કરકાવ, 108 કાદવ કીચડ માં ફસાઈ… ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ chc સેન્ટર ખાતે ભીડલી સહિત આજુબાજુ ના દર્દીઓ સારવાર અર્થે આવે છે પણ ખુદ chc સેન્ટર જ બીમાર હાલત માં જોવા મળ્યું… આજે શિહોરી ખાતે ની 108 ભીલડી chc સેન્ટર ખાતે પેસેન્ટ મુકવા આવેલ પરંતુ chc સેન્ટર ની બહાર અને અંદર ગંદુ પાણી અને વરસાદી પાણી ભરાતા 108 ભસાઈ જવા પાણી હતી 108 ના કર્મચારીઓ ભારે જહેમત બાદ 108 ને બહાર નીકાળી હતી,

અને પેસેન્ટ ને મૂકી પરત શિહોરી રહવાના કરી હતી, પરંતુ પેસેન્ટ ને વધુ સારવાર ની જરૂરિયાત હોઈ ડીસા રીફર કરવાનું હોઈ ભીલડી 108 ને જાણ કરાતા ટિમ chc સેન્ટર ખાતે આવી હતી પરંતુ પેસેન્ટ ને લેવા અંદર જઈ શકે તેમ ન હોઈ પેસેન્ટ ને chc સેન્ટર માંથી સ્ટેચર પર જ બહાર લવાયું હતુ અને 108 દવરા દર્દીને ડીસા રીફર કરાયું હતું, જોકે વરસાદ તો બે દિવસ પહેલા જ આવ્યો હતો પરંતુ આ તમામ ગંદુ પાણી વર્ષો થી અહીં ભરાય છે જેનાથી રોગ ચાલો થવાની ભીતિ સેવાઈ રહી છે સત્વરે આ પાણી નો નિકાલ કરાય તેવી માંગ સ્થાનિકો અને chc સેન્ટર ના કર્મચારીઓને ની માંગ છે…