વાવ ના ચાંદરવા ગામે ચિત્રોડ માતાજી ની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્યલોક ડાયરો તેમજ ભાગવત સપ્તાહ યોજાશે

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ચાંદરવા ગામે ચિત્રોડ માતાજી ના મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત સપ્તાહ નું આયોજન તા 29/05/2022 થી તા.08/06/2022 રોજ સુધી યોજાવા જઈ રહ્યું છે તેમજ તા.07/6/2022 ને મંગળવાર ના રાત્રે 9:00 કલાકે ભવ્ય સંતવાણી તેમજ લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના નામાંકીત કલાકાર એવા રાજભા ગઢવી,દેવાયત ખાવડ ,કવિબેન રબારી તેમજ દશરથ દાન ગઢવી તથા મહેશ બારોટ તથા શ્રવણ સિંહ સોઢા સહિત નામી અનામી કલાકારો ની પાંખી હાજરી રહેશે.સમસ્ત ચાંદરવા ગામ ના પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમ ઉત્સવ સ્ટુડિયો દ્વારા લાઈવ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *